કંગનાની ફ્લોપ ફિલ્મ ‘ઇમરજન્સી’ ડિજિટલ પ્લેટફોર્મમાં લોકપ્રિય

કંગનાની ફ્લોપ ફિલ્મ ‘ઇમરજન્સી’ ડિજિટલ પ્લેટફોર્મમાં લોકપ્રિય

કંગનાની ફ્લોપ ફિલ્મ ‘ઇમરજન્સી’ ડિજિટલ પ્લેટફોર્મમાં લોકપ્રિય

Blog Article

કંગના રણૌતની બહુચર્ચિત ફિલ્મ ‘ઇમરજન્સી’ બોક્સ ઓફિસ પર ખાસ સફળ થઇ નથી. આ ફિલ્મ તાજેતરમાં નેટફ્લિક્સ પર રજૂ થઇ હતી અને તે પ્રથમ નંબરે ટ્રેન્ડ થઈ રહી છે. એક દર્શકે ફિલ્મની પ્રશંસા કરીને તેને ઓસ્કાર એવોર્ડ મળવો જોઈએ એવો મત વ્યક્ત કર્યો હતો, જોકે, કંગનાએ તેને મજાક માને ફગાવ્યો હતો.

એક દર્શકે એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “નેટફ્લિક્સ પર જોવા મળી રહેલી ઇમરજન્સી ફિલ્મ ભારત તરફથી ઓસ્કારમાં જવી જોઈએ. કંગનાએ શું ફિલ્મ બનાવી છે!” ત્યારે કંગનાએ આ ટ્વીટ રીપોસ્ટ કરીને લખ્યું, “પરંતુ અમેરિકાને પોતાનો વાસ્તવિક ચહેરો સ્વીકારવો ગમશે નહીં, કઈ રીતે તેઓ અન્યોને મજાક ઉડાડીને તેમને પરેશાન કરે છે અને વિકાસશીલ દેશોને અવગણે છે. ઇમરજન્સીમાં એ ખુલ્લું પડી ગયું છે. તે લોકો પોતાના મૂર્ખ ઓસ્કાર પોતાની પાસે રાખે, આપણી પાસે આપણા નેશનલ એવોર્ડ્ઝ છે.”

ફિલ્મ મેકર સંજય ગુપ્તાએ પણ આ ફિલ્મના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, “મેં ઇમરજન્સી જોઈ. ખરેખર તો મેં આ ફિલ્મ વિશે પૂર્વધારણા બાંધી લીધી હતી, તેથી હું જોવાનો નહોતો. હું બહુ ખુશ છું કે મેં ફિલ્મ જોઈ. કંગનાએ ફિલ્મમાં અભિનય અને ડિરેક્શન બંને જોરદાર કર્યા છે. આ વિશ્વકક્ષાની ફિલ્મ છે.”

તેના જવાબમાં કંગનાએ કહ્યું, “ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ ખરેખર પોતાની નફરત અને પૂર્વધારણાઓમાંથી બહાર આવીને સારા કામને બિરદાવવાની જરૂર છે. આ સીમાડા તોડવા માટે તમારો આભાર સંજયજી. ફિલ્મો સાથે સંકળાયેલા દરેકને મારો એક જ સંદેશ છે, મારા વિશે કોઈ પૂર્વધારણાઓ ન રાખશો, મને સમજવાની કોશિશ પણ ન કરશો, હું તમારી પહોંચની બહાર છું.”

આ સિવાય પણ ઘણા લોકોએ કંગનાની ફિલ્મના વખાણ કર્યા હતા અને તો કંગનાએ કહ્યું હતું કે તમારે મારો અભિનય કેવો છે એ જાણવા માટે થલાઈવી, ક્વીન, તન્નુ વેડ્ઝ મન્નુ 2, ફેશન જેવી ફિલ્મ જોવી જોઈએ.

Report this page